logo

સંચાલકોની ખૂટી અંતે ખૂટી : સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં લાખણીની ગૌશાળા સંચાલકોમાં આક્રોશ, ગાયોને રોડ ઉપર છ

સંચાલકોની ખૂટી અંતે ખૂટી : સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં લાખણીની ગૌશાળા સંચાલકોમાં આક્રોશ, ગાયોને રોડ ઉપર છોડી દેવાઈ

ગૌ સેવકો અને સંચાલકો  "500 કરોડની સહાય આપો નહીતો ખુરશી ખાલી કરો" ના નારા સાથે ગાયોને લઈને રસ્તા ઉપર ઉતર્યા


વહેલી સવારે ગાયો રસ્તા ઉપર છોડી મુકવામાં આવતાં હાઇવે પર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાયા હતા.



ગૌ સેવકો અને સંચાલકો દ્વારા લાખણી તાલુકા પ્રમુખ પતિની ગાડી હાઇવે પર અટકાવાઈ અને સરકાર વિરૂધ્ધ સુત્રોચાર કર્યા

લાખણી:-  રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય ના ચૂકવતાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારને આખરી ચેતવણીના ભાગરૂપે આજે લાખણી સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબોલ જીવોને છોડી મૂક્તાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. સંચાલકોએ પશુઓ છોડી મૂકતાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયો હાઇવે પર છોડી મુકતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને તે સમયે લાખણી તાલુકા પ્રમુખના પતિની ગાડી નીકળતાં ગાડી રસ્તા વચ્ચે અટકાવી સરકાર વિરૂઘ્ધ સૂત્રોરચાર કર્યા હતા
    સરકારે જાહેર કરેલ ગૌશાળા અને પાંજરાપોળ માટેના રૂપિયા 500 કરોડ ની સહાય ન મળતા બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે વહેલી સવારે ગેળા ગામની ગૌશાળાની ગાયોને છોડી દેવામાં આવી હતી જે ગાયો લાખણી મામલતદાર કચેરીમા પ્રવેશ કરે તે પહેલા આગથળા પોલીસ દ્વારા હાઇવે ઉપર વાહનોનું બેરીકેટિંગ બનાવી અટકાવી દેવાઈ હતી. તો બીજી બાજુ કુડા ગામની ગૌશાળાની ગાયો મામલતદાર કચેરીનાં બીજા ગેટથી પ્રવેશ કરતાં ભારે દોડધામ મચી જવા પામી હતી તે સમયે કચેરીમાં પ્રવેશ કરી રહેલ નાના વાછરડાના પગ દરવાજા પર લગાવેલી પાઇપમાં ફસાઈ જવાથી ફેકચર થવા પામ્યું હતું જ્યાં ભારે હોબાળો થતાં પોલીસ દ્વારા ગૌશાળાના સંચાલકો અને ગૌ ભક્તોની અટકાયત કરાઈ હતી.
    પોલીસ દ્વારા ગૌશાળા સંચાલકો અને આગેવાનોની અટકાયત કરાતાં અન્ય ગૌશાળાના સંચાલકો અને આગેવાનોએ લાખણી મામતદારને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું તેની સાથે સાથે બંગડીઓ આપવા જઈ રહ્યા હતા ત્યાં આગથળા પોલીસે બંગડીઓને લઈ જવા માટે અટકાવતાં કચેરીનાં દરવાજા આગળ બંગડીઓ તોડી દેવાઈ હતી. મામલતદારને આવેદનપત્ર આપવા માટે માત્ર આગેવાનો નેજ પ્રવેશ આપવામાં આવ્યો હતો તે સમયે ગૌ સેવક મહેશભાઈ દવે અને અન્ય આગેવાનો જોર જબર દસ્તીથી બંગડીઓ લઈ આવ્યા હતા તેથી પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી અને બંગડીઓ લઈ લેવામાં આવી હતી અને ત્યારબાદ મામતદારની ઓફિસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યાર બાદ મામલતદારને આયોજનપત્ર પાઠયુ હતું.
   પશુઓ છોડતાં અફરાતફરી: ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતાં પાંજરાપોળના સંચાલકોએ સહાયની માગણી કરતાં સરકારે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી, જોકે છ મહિના બાદ પણ સહાય પેટે એકપણ રૂપિયો ન ચૂકવતાં સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી સરકારને રીઝવવાનો તમામ પ્રયાસો કર્યા હતા. છેલ્લે, સમગ્ર ગુજરાત બંધનું એલાન પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટિમેટ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતાં હવે આજે વહેલી સવારે લાખણી સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને છોડી મૂકવામાં આવ્યાં છે.
    ગૌશાળાના સંચાલકો અને ગૌ સેવકો દ્વારા લાખણી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં બંગડીઓ ફોડી રામધૂન બોલાવી  "500 કરોડ સહાય જાહેર કરો નહીતો ખુરશી ખાલી કરો" ના નારા સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોરચાર કર્યા હતા.


અહેવાલ:- મુકેશ સોની લાખણી

9
14671 views